Advertisement
આજ રોજ તારિખ 30/03/24 ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એડમિશન સેલ દ્વારા યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ સંદર્ભે તાલીમ કાર્યક્રમનું યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ .રોહિતભાઈ એન.દેસાઈના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્ટેટ નોડલ ઓફિસર (GCAS) ડૉ.શૈલેષભાઈ ભાવસાર એ કાર્યક્રમ અંગે પ્રાસંગિક અને તકનીકી માર્ગદર્શન અને ઉદબોધન આપ્યું.ઉપરાંત ઉર્વીનભાઈ શાહ અને ઋત્વિક ભાઈ પંચાલે ( GCAS )પોર્ટલના સંદર્ભમાં પોર્ટલ કેવી રીતે કામ કરશે તેની વિગતે ચર્ચા કરી હતી.. ડૉ. પી એસ પટેલ, પ્રિન્સિપાલ સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ સમી જેઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રાસંગિક વાત રજૂ કરી. તેઓ યુનિવર્સિટીના લાયઝનિંગ ઓફિસર (GCAS )તરીકે કાર્યરત છે .
કાર્યકારી કુલ સચિવ શ્રી ડૉ.કમલભાઈ મોઢ એ પ્રાસંગિક વાત કરી સૌને કાર્યક્રમથી અવગત કર્યા. પ્રસ્તુત કાર્યક્રમ અંતર્ગત સમગ્ર યુનિવર્સિટી ની પ્રવેશ પ્રક્રિયા (GCAS) પોર્ટલ અંતર્ગત સુચારું રીતે થાય તે માટે યુનિવર્સિટી દ્વારા ડૉ. ધર્મેન્દ્રભાઈ ઠાકરની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે જેમણે કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત મહેમાનોનું શાબ્દિક ઉદબોધન કર્યું ઉપરાંત કાર્યક્રમનો ખ્યાલ રજૂ કર્યો યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. (GCAS) પોર્ટલ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો માટે ખૂબ જ અગત્યનું છે તેની સમજ તમામ સ્તરે થાય તે આવશ્યક છે જેની વિસ્તૃત ચર્ચા કરીહતી .
Advertisement
Event Venue & Nearby Stays
Saraspura, Ahmedabad, India