મેધા ત્રિવેદીની નર્મદ સાહિત્ય સભા દ્વારા પુરસ્કૃત લઘુ નવલકથા "સૂત્રિત" નું નાટ્ય રૂપાંતર અને દિગ્દર્શન રાજેશ દાણીએ કર્યું છે.
મહાત્મા ગાંધીએ સ્ત્રીઓને ચરખો ચલાવી સુતર કાંતવાની પ્રવૃત્તિમાં જોડાવાની હાકલ કરી. એ ચરખાની એક સ્ત્રી અને તેના પરિવાર પર કેવો પ્રભાવ પડ્યો તેની આમાં વાત છે. ચરખની પ્રવૃત્તિ દ્વારા ગાંધીજીએ સ્ત્રીઓને આર્થિક સ્વતંત્રતા અપાવી, એમને ઘરની બહાર લાવી સ્વદેશી અને આઝાદીની ચળવળમાં જોતરી.
" સુત્રિત" નાટકમાં એક અનોખી વાત છે, એક અનોખી રજૂઆત છે. ૩૦ થી વધારે કલાકારો રંગમંચ પર આવશે.
વડોદરાના રંગમંચને વરેલનિષ્ઠવાન કલાકારો સાથે વિશિષ્ટ પ્રકાશ આયોજન, સંગીત અને વેશભૂષા દ્વારા "સુત્રિત" નાટક જોવાલાયક પ્રસ્તુતિ બની રહેશે.
Event Venue
Prof. Chandravadan Mehta Auditorium, 857M+4CG, Near galaxy Technoogies, Maharaja Sayajirao University, Sayajiganj, Vadodara, Gujarat 390007, India
INR 250.00 to INR 1000.00







