જય શ્રી કૃષ્ણ
સર્વે જ્ઞાતિ જનો ને જણાવતા આનંદ થાય છે કે *તારીખ ૦૮-૦૨-૨૦૨૫ ને શનિવાર ના રોજ સાંજે ૮:૩૦ કલાકે* યુવા પાંખ દ્વારા અમદાવાદ શહેર ની ઓળખ સમા વિવિધ હેરિટેજ સ્મારકો ની મુલાકાત કરવા માટે *હેરિટેજ વોક* નું આયોજન કરવામાં આવેલ છે.
આ સમગ્ર કાર્યક્રમ માં લગભગ ૨ કલાક ના સમય ગાળા માં દોઢ થી બે કિલો મીટર જેટલું ચાલવાનું થશે અને આ દરમ્યાન નીચે મુજબ ના સ્થળો ની મુલાકાત લેવામાં આવશે:
૧) સીદી સૈયદ મસ્જિદ
૨) G.t.s. બેન્ચમાર્ક
૩) ભદ્ર નો કિલ્લો
૪) ચીનુભાઈ બેરોનેટ નું પૂતળું
૫) ભદ્ર માર્કેટ
૬) ત્રણ દરવાજા
૭) જામા મસ્જિદ
૮) અખંડ જ્યોત
૯) બાદશાહ નો હજીરો
૧૦) રાણી નો હજીરો
૧૧) જૂના શેર બજાર બિલ્ડિંગ
૧૨) મુહૂર્ત ની પોળ
૧૩) માણેક બાબા નું મંદિર
૧૪) માણેક ચોક
*ભેગા થવાનું સ્થળ: રૂપાલી થિયેટર પેઈડ કાર પાર્કિંગ; શાર્પ ૮:૧૫*
દરેક જ્ઞાતિજનો એ ખાસ વડીલો અને બાળકો ને અવશ્ય સાથે લાવવા જેથી કરી ને વડીલો પોતાના જૂના સં:સ્મરણો વાગોળી શકે તથા બાળકો ને શહેર ની ઓળખ નું જ્ઞાન પણ મળે.
આ કાર્યક્રમ માં ભાગ લેવા માટે *વ્યક્તિ દીઠ ₹. ૧૫૦/-* ફી નિયત કરેલ છે તો દરેક સભ્યો એ સહ પરિવાર આ કાર્યક્રમ માં જોડાવવા વિનંતી.
(*નોંધ:* આપ આપનો ફાળો નીચે આપેલ લિન્ક પરથી ઓનલાઇન જમા કરાવી શકો છો. *રોકડ પેમેન્ટ માટે ₹.૨૦૦/- નિયત કરેલ છે.*)
પેમેન્ટ કરાવ્યા બાદ આપ આપની માહિત ટ્રેઝરર
૧) શ્રી અંકિત પરીખ : 9825956710
2) શ્રી સુલય શાહ : 9998477468
ને વ્હટસએપ દ્વારા અવશ્ય મોકલી આપશો.
*(કાર્યક્રમ ની શરૂઆત માં હળવા નાસ્તા નું આયોજન કરેલ છે તથા અંત માં સહુ સ્વ ખર્ચે માણેક ચોક ના સ્વાદિષ્ટ ભોજન નો લાભ લઈ શકો છો.)*
આભાર સહ
વેજલપુર પુવા પાંખ
અમદાવાદ
Event Venue
રૂપાલી થિયેટર પેઈડ કાર પાર્કિંગ, અમદાવાદ, Ahmedabad, India
INR 150.00