શબ્દ આર હૈ શબ્દ પાર,
શબદ કી સબ ધગ ઢેરીયા,
પર સચ્ચા શબદ જો બતલાવે,
વો સદ્ગુરુ હમેરીયા..
સાદી ભાષામાં કહીએ તો એક શબ્દ રૂપાંતરણ કરે ને એક ના કરે!
જે તમને બદલી ને સમજણ બાજુ લઇ જાય છે,
એને આપણે ત્યાં શબદ કહેવામાં આવ્યો.
બાકી બધા શબ્દ.
એટલે આપણે ત્યાં કહેવાયું કે ગુરુ એ શબદ આપ્યો.
ગુરુ એ સામે વાળા ને રૂપાંતરણનું વિજ્ઞાન સમજાવવા અને એટલું જ નહિ પણ વધુ સરળ રીતે સમજાવવા સંગીતના સ્વરૂપમાં આ શબદ ને ગાયો.
ને ઈ આપણે ત્યાં ભજન કહેવાયું.
બસ શબદ પરિક્રમામાં આપણે આ બધા ભજનને ગાશું અને સમજશું.
ઉકેલશું,
એના મર્મ નો સ્વાદ ચાખશું.
એમાં થી નીકળતા બીજને પોતાના મન બુદ્ધિ ની ખેતર ભૂમિ પર વાવશું,
ને ચિંતન ના છોડવા થી પોતાની એક સમજ સુધી પોહ્ચશું.
ચર્ચા કરશું વાંચશું ગાશું વિચારીશું ને વિચાર્યા વગર નાચશું એટલે શબદ પરિક્રમા.
શબદ પરિક્રમાની એક બેઠકમાં 9 શબદ ગાઈશ.
અને નવે નવની ભાષા એક જ નહિ હોય.
તેમાં ભારતભૂમિ ના અલગ અલગ પ્રાંતમાં થઇ ગયેલા સંતો ના ભજન હશે.
સંકલ્પ પ્રમાણે હું એક દોઢ વરસની અંદર આવી નવા શબદ ની 12 બેઠક કરીશ.
કુલ આપણે 108 ભજન નો રસ પીશું.
108 શબદના મણકાની માળાનો જપ એટલે શબદ પરિક્રમા.
ચાલો આ જપ માં જોડાયે.
ભજનના રસ ને પિયે.
ગુરુ ને તો નહિ મળી શકીએ પણ એમના શબ્દોને મળીએ.
welcome to શબદ પરિક્રમા.
Event Venue
Shreerangam Amphitheatre, Shreyas Foundation Behind, 2G7R+Q58 Post Office, Manek Baug Rd, Bhudarpura, Ayojan Nagar, Ahmedabad, Gujarat 380015, India
INR 700.00











