તો કે મારા કાઠિયાવડ કોક દી તું ભૂલોય પડ ભગવાન તું થાને મારો મેમાન, તારું કરુંય એવા સન્માન કે તને સ્વર્ગ ભૂલવું શામળા. બસ આવા જ કાઠિયાવાડ ના ગામડે જઈએ.
થાળી માં બાજરા ના રોટલા હોય.
પેરવેશ માં સાડલા હોય
બેનું ના હાથ માં ચૂડલા હોય
બધાય ઘરે એક એક ઓટલા હોય.
બસ આવજ ઓટલા ની આપડે આજે વાત કરવાની છે. પણ આ ઓટલો શબ્દ કેમ? ઓટલો એટલે એક બેસવાની જગ્યા કે જે સીમેંટ કા તો ઈંટ થી બની હોય. પણ એને આટલું મહત્વ કેમ. કેમ કે એ સાક્ષી છે. આપડી ધરોહર નો. આપડા સાહિત્ય નો આપડા ઇતિહાસ નો.
ઓટલો એ વાત નો સાક્ષી છે જ્યાં. નવયુવાન ના લગનિયા લેવાતતા ને વાત મળે છે કે મુઘલો ની ફોજ આવી છે ને ઘર આંગળે થી ગાયુ ને લઈ ને નાસી જઈ છે ત્યાં તો ફેરા ફરવા ની જગ્યા એ ને ઘોડા ઉપર બેસી ને યુદ્ધ ના ધીંગાણે ચડે છે. ઓટલા આજ વસ્તુ એની નરી આંખે જોયું છે.
એક ઘર આંગળે માંડવા બંધાણા છે. એક બાજુ લગન ગીતો ગવાઈ છે. ખુશી નો માહોલ છે. ને ત્યાં વિદાય નો સમય આવે છે ને આજ વિદાય માં બાપ ને દીકરી ની વેદના નો સાક્ષી છે. એના વિરહ નો સાક્ષી આ ઓટલો છે.
ભક્તિ, વિરહ. પ્રેમ બધાય નો સાક્ષી આપડો આ ઓટલો છે. ને ટૂંક માં કવ તો ઓટલો એટલે જેમ બાળક ના શિક્ષણ ની શરૂઆત માં ના ખોડા થી થઈ ને એમ આપડા સાહિત્ય ની શરૂઆત ઓટલા થી થઈ.
OTLO is a modern reinterpretation of the traditional Gujarati Dayro — a storytelling art form deeply rooted in our culture. While Dayro focuses on folk narratives and musical expressions, OTLO brings a contemporary twist to this heritage.
The show blends storytelling, music, theatre elements, and expressive performances to create an engaging experience that appeals to today’s audience, especially the younger generation.
Our aim is to preserve the cultural essence of Dayro while presenting it in a format that feels fresh, relatable, and visually compelling. With curated themes, creative staging, and meaningful narratives, OTLO celebrates Gujarat’s rich artistic roots in a modern, youthful style.
Event Venue
BOXPARK, BOXPARK, Sarkhej - Gandhinagar Hwy, opp. Jaguar Car Showroom, Vasant Nagar, Gota, Ahmedabad, Gujarat 382481, India
INR 100.00 to INR 150.00











