Advertisement
ભારતીય સંસ્કૃતિની પરંપરા સેવા એ જ ધર્મ અનુસાર *પારેવડા ગ્રુપ* દ્વારા અબોલજીવોની તથા માનવસેવા અર્થે *સેવાની સરવાણી* વહાવવામાં ક્યારેય પાછી પાની કરેલ નથી , જયારે જયારે મદદ માટે કોઈ એ હાથ લંબાવ્યો છે ત્યારે *પારેવડા ગ્રુપ* દ્વારા શક્ય એટલી મદદ કરવા હાથ લંબાવ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે, *થેલેસેમિયા* જેવા ગંભીર રોગોમાં લોહીની અવારનવાર જરૂર પડતી હોય છે ,આવા સમયે રક્તદાતાઓની નિસ્વાર્થ સેવાઓને વંદન કરવાનું મન થાય છે. આજ ધ્યેયને વળગીને *પારેવડા ગ્રુપ* પરીવાર દ્વારા *તા. ૦૫/૦૧/૨૦૨૫ ને રવિવાર* ના રોજ *સવારે ૮:૩૦ થી સાંજે ૪:૦૦ કલાક સુધી (શ્રી આર્ય ડેકોરેશન,દુ.નં ૬, સંસ્કૃત રેસીડેન્સી, સુર્યાવાડી સામે, નિકોલ ગામ રોડ, નિકોલ, અમદાવાદ)* ખાતે *રક્તદાન શિબિર* નું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે લોહીની ઉણપવાળા થેલેસેમિયા પિડીત બાળકો અને જરૂરિયાત વાળા દર્દીઓ કે જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય તેમના માટે કટોકટીના સમયે ,નિસ્વાર્થ ભાવે રક્તદાન કરનાર વ્યક્તિના લોહીનું એક એક ટીપું કોઈના જીવન માટે મુલ્યવાન બની રહે છે. અમારી આપ સૌને નમ્ર અરજ છે, વિનંતી છે કે આપના તરફથી આપ તથા આપના મિત્રો રક્તદાનની મુલ્યવાન આહુતિ આપી આ *થેલેસેમીયા પિડીત બાળકો* ની જીવનદોરને લંબાવવા આપનું યોગદાન અતિ મુલ્યવાન બની રહેશે.*જેમના હદયમાં સદાય સંવેદનાનું ઝરણું વહેતું રહે છે એવા આપ સૌ રકતદાતા મિત્રોને આ શિબિરમાં રક્તદાન કરવા વિનંતી.*🙏🏻🙏🏻🙏🏻
વધુ માહિતી માટે સંપર્ક કરો.
9697601008 /9924245951
#parevdagroup #savewildlife #rescuebirds
#blooddonation #thelesemiya
Advertisement
Event Venue & Nearby Stays
Nikol Ahemdabad, Nikol,Ahmedabad, India