Advertisement
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર, કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક-દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી તા. 23/12/2024, સોમવારના રોજ સવારે 09.00થી 05.00 દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમી, ઝવેરચંદ મેઘાણી ભવન, કૃષિ ભવનની પાછળ, સેક્ટર-10 A, ગાંધીનગર ખાતે યોજાશે.વિષય : "ભારતીય બાળસાહિત્ય : ઇતિહાસ અને ભાષા"
(ગુજરાતી, સિંધી, મરાઠી, કોંકણી, સંસ્કૃત અને હિન્દી એમ છ ભાષાના બાળસાહિત્યની સમીક્ષા)
આ સંગોષ્ઠીમાં જે-તે ભાષાના વિદ્વાન અધિકારી વક્તા વાત કરશે. જેથી ગુજરાતના બાળસાહિત્યકારો, બાળસાહિત્ય ક્ષેત્રે પ્રવૃત્ત શિક્ષકો-અધ્યાપકો અને આ વિષયમાં રસ ધરાવતાં સંશોધનના વિદ્યાર્થીઓને પોતાની માહિતી મોકલવા આમંત્રણ છે.
નોંધ : અચૂક ઉપસ્થિત રહી શકે એવાં વ્યક્તિએ નીચેની લિંકમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરી ફોર્મ સબમિટ કરવું. માહિતી આવ્યા બાદ આયોજનની ક્ષમતા અને વિષયક્ષેત્રને ધ્યાને લઈ વ્યક્તિગત પત્રથી આમંત્રણ મોકલવામાં આવશે.
માહિતી માટેની લિંક:
https://forms.gle/xRpX9jEbXNGcCicu5
Advertisement
Event Venue & Nearby Stays
Gujarat Sahitya Academy, Gandhinagar, India
Tickets