
શું તમને બાળકો માટે વાર્તા લખવાનું મન થાય છે?
તમને ખબર છે બાળકો માટે કવિતા કેવી રીતે લખાય?
બાળકો માટે ગુજરાતીમાં ઉત્તમ પ્રકારનું બાળકોને ગમે તેવું બાળસાહિત્ય તૈયાર થાય તે હેતુથી માતૃભાષા અભિયાન દરેક મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે "બાળસાહિત્ય શનિસભા"નું આયોજન કરે છે જેમાં બાલસાહિત્યના લેખકો અને કવિઓ પોતાની અપ્રકાશિત કૃતિઓ અને રચનાંઓ અન્ય નવા તેમજ અનુભવી બાળ-સાહિત્યકારો સમક્ષ રજુ કરે અને પછી તે કૃતિ ઉપર મુક્ત મને ચર્ચા કરવામાં આવે છે જેથી ચર્ચા અને સકારાત્મક ટિપ્પણીના અંતે ઉત્તમ કૃતિ તૈયાર થઈ શકે અને આવતી પેઢીના બાળકોને ગુજરાતી ભાષામાં ઉત્તમ બાળ સાહિત્ય મળે. અત્યાર સુધીમાં કુલ ૧૮3 સફળ બાળસાહિત્ય શનિસભા યોજાઇ ગઈ.
આપ પણ બાળસાહિત્ય સાથે સંકળાયેલા હોય અથવા બાળકો માટે કંઈક લખવા માંગતા હોવ તો બાળસાહિત્ય શનિસભામાં આપનું સ્વાગત છે.
વધુ માહિતી માટે ફોન/WhatsApp: ૯૯૦૯૯૫૯૭૩૯
Event Venue
Niranjan Bhagat Memorial Trust & Archives, 1st Floor, Ashima House, Behind M.J. Library, Ahmedabad, India
INR 0.00