રંગબેઠક દ્વારા આયોજિત થિએટર બેઝિક્સ તથા રાઇટીંગ ટીપ્સ માટેની અદભુત વર્કશોપ.
આ વર્કશોપમાં રાઇટર ડાયરેક્ટર એક્ટર તથા અનુભવી શિક્ષક 'શક્તિ શિવાનંદ' તેમના થિએટર તથા લેખનના જ્ઞાનનો લાભ આપશે.
થિએટર સાથે જોડાયેલા દરેક નવોદિત તથા કાર્યરત વ્યક્તિએ આ વર્કશોપમાં ચોક્કસપણે ભાગ લેવો જોઈએ.
તારીખ - ૧૩ / ૧૦ / ૨૦૨૪ - રવિવાર
સમય - સાંજે ૪ થી ૭ કલાકે
સ્થળ :- એથેના એકેડમી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ગુલબાઈ ટેકરા અમદાવાદ.
'રંગબેઠક - જમાવટ જિંદગીની' : આ કોન્સેપ્ટ અમદાવાદના એક ઉમદા કલાકાર શ્રી જીતેન્દ્ર ખુવા દ્વારા શરૂ કરેલો એક નવો કોન્સેપ્ટ છે જેમાં રંગબેઠક દ્વારા દર ૧૫ દિવસે એક બેઠકનું આયોજન કરવામાં આવે છે.
આ બેઠકમાં નવોદિત કલાકારો થોડો કે વધુ અનુભવ ધરાવતા કલાકારો નવોદિત દિગ્દર્શકો બેક્સ્ટેજ કામ કરતા કલાકારો લાઈટ અને મ્યુઝિકને લાગતું કામ કરતા કલાકારો આવે છે અને પોતાના અનુભવો એકબીજાના સાથે શેર કરે છે સાથે જ નાટકને માટે સ્ક્રિપ્ટ લખતા લેખકો તથા લેખન કાર્ય સાથે સંકળાયેલા અનુભવી અને નવોદિત વ્યક્તિઓ પણ આ બેઠકમાં સામેલ થાય છે.
બેઠકની સાથે સાથે અમે વર્કશોપનું પણ આયોજન પણ કરીએ છીએ. તો આવો મળીએ.
Event Venue
Athena Academy & Recording Studio, pankaj vidhyalay, Kokilaben Vyas Marg, Vasundhra Colony, Gulbai Tekra, Ahmedabad, Gujarat, India
INR 100.00